Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

    નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                   



          ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે. 
             સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલે કે ઉમદા હેતુ માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવાનું આ શિક્ષકમિત્રો પાસેથી શીખવા જેવું છે. સંકલ્પ ગૃપના નેજા હેઠળ સભ્યો વોટ્સએપ ગ્રુપ થકી ડિજીટલ ટેકનોલોજીનો સાર્થક ઉપયોગ કરી જરૂરતમંદ વિદ્યાર્થીઓ, નાગરિકોને આર્થિક મદદ કરી રહ્યા છે. સમાજમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદરૂપ કુલ ૧૦ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાં ૧૦૨૪ સભ્યો સમાવિષ્ટ છે. સમાજસેવાના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત આ જાગૃત્ત સેવાભાવી નાગરિકોના સમૂહે આજ સુધી ૬૭ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.૧૨ લાખથી વધુની આર્થિક મદદ કરી છે. 
               મિનેષભાઈ કહે છે કે,  શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી. નવી પેઢીને શિક્ષણ આપીશું તો જ સમાજને તેજસ્વી, સભ્ય અને હોનહાર નાગરિકો મળશે. બાળક ભણવામાં હોશિયાર હોય પણ ફી ભરવામાં સમસ્યા હોય તો અમે એવા બાળકોની માહિતી મેળવીને આર્થિક મદદ કરીએ છીએ. એકવાર જનજાગૃતિ આવશે પછી આવા સેવાકાર્ય માટે નાના લોકો પણ જરૂરતમંદોની મદદ માટે આગળ આવશે.  સાથે આદિવાસી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ યોજનાથી પણ વાકેફ કરીને સરકાર અને સહકારના સંયોગ વડે આદિવાસી વિસ્તારના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહયા છે.


Comments

Popular posts from this blog

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે વ...

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ...

ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.

                        ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા  ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું. ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર  અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો  જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી  આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ  આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા  બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવા...