Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

  વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ...

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો
 * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન 
* આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનું નામાંકન ૯૬, અન્ય શાળામાંથી આવેલ કુલ બાળકો ૩૫, ખાનગી શાળામાંથી છોડી આવેલ બાળકો ૨૧ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. આ શાળામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ થી વધુ બાળકો ખાનગી શાળા છોડીને આ શાળામાં દાખલ થયા છે. આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં કુલ સંખ્યા ૮૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. જેમાં ધોરણ ૧ થી ૮ ના દરેકના ત્રણ - ત્રણ વર્ગો છે, આ ઉપરાંત આ પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકોની સંખ્યા ૨૬ છે જયારે ૨૫ વર્ગખંડોમાંથી શાળાના કુલ ૧૫ વર્ગો સ્માર્ટ ક્લાસની સુવિધા ધરાવે છે. પ્રકૃતિમય વાતાવરણ ધરાવતી આ શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા, ઇન્ડોર અને આઉટડોર રમત ગમતની સુવિધા જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ અને બોક્સિંગ જેવી સુવિધા સાથે સાથે લપસણી અને અન્ય સુવિધાઓ વિદ્યર્થી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત કુલ ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની અલાયદી વ્યવસ્થા જેમાં ૨૦૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, કન્યાઓ માટે સેનેટરી પેડ માટેનું વેન્ડિંગ અને ઇન્સિલેટર મશીનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શાળામાં બાળકોની સલામતી માટે ૩૦ જેટલા સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની અદ્યત્તન સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેમાં સીઈટી અને જ્ઞાન સાધના, નવોદય અને એન.એમ.એમ.એસ. ની પરિક્ષાઓમાં છેલ્લા ૩ વર્ષથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે. એટલું જ નહી પરંતુ ગુણોત્સવમાં શાળા છેલ્લા ત્રણ વર્ષથી ‘એ’ ગ્રેડ ધરાવે છે. આ વર્ષે શાળા ગ્રીન થ્રી ( ૮૫.૨૭ ટકા ) આવેલ છે. આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુરક્ષા - સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકોનું ઉલ્લાસ ભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે. આ શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ માં કુલ ૫૫૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી ૨૮૫ છોકરા અને ૨૭૦ છોકરીઓ છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં કુલ ૩૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાં ૧૫૭ છોકરાઓ અને ૧૮૬ છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, આ શાળામાં આશરે ૪૫૬ જેટલી તો ફક્ત વિદ્યાર્થીનીઓ જ અભ્યાસ કરી રહી છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી ક્લાસની પણ સુવિધા છે. શાળામાં પ્રવેશ કરીએ એટલે શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ પ્રેમ થી જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકો એજ બનાવેલ ચકલી ઘર જોવા મળે છે. અલગ અલગ છોડ અને પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. એમાંય શાળામાં પરંપરા અનુસાર જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને એજ છોડને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ શાળામાં ૧૮ એલસીડી પ્રોજેક્ટર જેવી અદ્યતન સુવિધાથી સજ્જ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમ જેવી સરકારની પહેલમાં પણ ખુબજ ઉત્સાહ પૂર્વક કામગીરી થઇ રહી છે. દરેક વસ્તુ ક્લાસરૂમમાં ન શીખી શકાય એ વાત ને ખુબજ સારી રીતે સમજતા વિદ્યાર્થીઓને દર વર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે. અચરજની વાત તો એ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા જે છોડીને હાડગુડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી શાળામાં દિવસે અને દિવસે વધતી જતી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને આંખે આવીને વળગતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આમ, આવનાર સમયમાં ભાવિ પેઢીના નિર્માણ માટે હાડગુડ પ્રાથમિક શાળા જેવી અનેક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૪ના સફળ અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ * ચાલુ વર્ષે...

Posted by Info Anand GoG on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                   આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

  નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

               Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપે...