Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

              

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમની શુભ શરૂઆત સરસ્વતી માતાની તસ્વીર પાસે સદર શાળાનો પાયો નાખનાર નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી વનુબેન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ પ્રાથમિક બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં કરાયા હતા. ઉપસ્થિત  મહેમાનો અને નિવૃત્ત શિક્ષકોનું  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત શાળાનાં આચાર્યશ્રી કિરણભાઈ પટેલ અને મીનાક્ષીબેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ  ભૂતકાળના દિવસોને આજે આ મંચ પર તાજા કર્યા હતા. બાળપણના મિત્રો આજે ફરીવાર એક મંચ પર મળતા તેમના માનસપટ પર ચલચિત્રની માફક વિચારોનું મોજું ફરી વળ્યુ હશે!

આ સમયે નિવૃત્ત શિક્ષકશ્રી મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હોય તે સમયે તેમને પણ તેમના મનોજગતમાં આ ભુતપૂર્વ વિદ્યાર્થીઓની બાળપણની તસ્વીર સાથે તેમની પસંદ, નાપસંદની જૂની યાદો ફરી જીવંત થઈ હશે. આજનો આ પ્રસંગ ભાવુકતા સાથે આનંદનો પણ હતો.

ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાનાં દરેક વિદ્યાર્થીઓને બક્ષિશ આપવામાં આવી હતી. તેમજ પ્રિતિભોજનની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. શાળા માટે આજનો દિવસ યાદગાર બની રહેશે.









Comments

Popular posts from this blog

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ...

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.

                        ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા  ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું. ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર  અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો  જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી  આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ  આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા  બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવા...