Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

        


ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.

બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે. 

ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે. 

ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબડીઆ, દાંદુળીઆ, ભાટડા, સિધુરીઆ, વણજારીઆ, ગાયકવાડ, નાયક વગેરે…

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ માત્ર ગુજરાત રાજ્યમાં ધોડીઆ આદિવાસીઓ ની વસ્તી ૬,૩૫,૬૯૫ જેટલી નોંધાયેલ છે.

આજના આધુનિક સમયમાં પણ આ સમુદાયે થોડાઘણા બદલાવો સાથે આ ઉજવણાંની પરંપરા જાળવી રાખેલી જોવા મળે છે.

અનાવલ ખાતે કાવેરી નદી તટે મહા મહિનામાં ઘણા કુળના લોકો ઉજવણાં માટે ભેગા થતાં મોટો ઉત્સવ હોય એવો માહોલ સર્જાય છે.

લેખ : કુલીન પટેલ

Comments

Popular posts from this blog

નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                                       (R&B) chikhli Er.Mayur Patel with trophy  નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના  ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ :૧૦-૧૨-૨ ૦૨૩નાં દિને નાગધરા ખાતે સાઉથ ગુજરાત માર્ગ અને મકાન વિભાગ (R&B) ઈજનેર એસોસિયેશન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ  ટૂર્નામેન્ટમાં કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં  (R&B) માર્ગ અને મકાન વિભાગ સુરત અને  (R&B)માર્ગ અને મકાન વિભાગ નવસારી વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં નવસારી (R&B) ટીમ ચેમ્પિયન થઈ હતી.

ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું.

   ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું. તારીખ:૧૧-૧૨-૨૦૨૩ના દિને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધરમપુર અને બી. આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.   જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ , જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને બી.આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી અરવિંદભાઈ સી. પટેલ માન. ધારાસભ્યશ્રી, ધરમપુરના વરદ હસ્તે કરવામાં આવ્યું.  આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ઉદ્ઘાટન 11 ડિસેમ્બર 2023 ના રોજ સવારે 11:00 કલાકે ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષશ્રી માન. શ્રી મનહરભાઈ પટેલ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત વલસાડ અને

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                   આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર