Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

          ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ.

         સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ. સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર વેણ ફળિયાવાસીઓ માટે   નાના ભાઈ, મોટા ભાઈ કે  વડીલો માટે દીકરાના જેવા રોલ નિભાવી સંભાળ  રાખી દરકાર કરનાર આશિષભાઈને પ્રાકૃતિક અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. આપના જીવનમાં અને પરિવાર માં હર હંમેશ ખુશ રહે એવી પ્રકૃતિને પ્રાર્થનાં. જ્યાં પણ જેમને જે રીતે મદદની જરૂર હોય તે પ્રમાણે તેઓ મદદરૂપ થતાં હોય છે. જાણીતા હોય કે અજાણ્યા  ફક્ત તેમને જાણ થતાં જ વાર. ખબર પડતાં જ તેજ ઘડીએ તેઓ હાજર. 

ખેરગામ તાલુકાના એથ્લેટીકસ ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

                 ખેરગામ તાલુકાના એથ્લેટીકસ  ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. તારીખ : 16/17/12/2023 ના રોજ વડોદરા માંજલપોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ત્રણ મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં બહેજ પ્રા. શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલ નાધઈ વાળી ફળિયાના નિવૃત્ત ST કર્મચારી શ્રી બાબુભાઈ એસ પટેલ તથા ખેરગામ કુમારશાળાના નિવૃત્ત શિક્ષક શ્રી મણિલાલભાઈ લલ્લુભાઈ પટેલે ભાગ લીધો હતો.  જેમાં પ્રવિણભાઈ પટેલે 400 મી. દોડ 800 તથા લાંબીકૂદની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તથા બાબુભાઈ પટેલે 400 મી. દોડ તથા 800મી દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી  બે ગોલ્ડ મેડલ તથા લાબીકૂદમા 3 નંબરે વિજેતા બની બોન્ઝ મેળવ્યા હતા.  મણિલાલ ભાઈ પટેલે  પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી  ત્રણે રમતમાં ચોથો નંબર મેળવ્યો હતો. આમ ત્રણે ખેલાડીઓએ ખૂબ જ સુંદર દેખાવ કરી ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું. હવે ફેબ્રુઆરી મહિનામાં નેશનલ લેવલે રમવા પૂના જશે.

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

    નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની  પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.  ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે  ડિસેમ્બર 2023-2024 વર્ષમાં તારીખ15-12-2023 થી 17-12-2023  દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 25 જેટલા રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીનીબેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે તારીખ : 6-12-2023 થી 12-12-2023 સુધી 7 દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી જિલ્લાનું તેમજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્

નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.

 નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત. આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે.  આસામના ગુવાહાટીમાં ગત તા.પમી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિં ગવુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે. પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમતાને સ્ત્રી કે

ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું.

   ધરમપુરનાં માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનાં હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું. તારીખ:૧૧-૧૨-૨૦૨૩ના દિને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધરમપુર અને બી. આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.   જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ , જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને બી.આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી અરવિંદભાઈ સી. પટેલ માન. ધારાસભ્યશ્રી, ધરમપુરના વરદ હસ્તે કરવામાં આવ્યું.  આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ઉદ્ઘાટન 11 ડિસેમ્બર 2023 ના રોજ સવારે 11:00 કલાકે ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષશ્રી માન. શ્રી મનહરભાઈ પટેલ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત વલસાડ અને

ગુજરાત રાજ્યના ધોરણ-પ થી ૧૦ના વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન ચેટબોટ અને https://www.bebras.in/ પર Bebras Challengeમાં પોતાની પ્રતિભા બતાવવાની ઉત્તમ તક.

 Bebras India Challenge 2023 ગુજરાત રાજ્યના ધોરણ-પ થી ૧૦ના વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન ચેટબોટ અને https://www.bebras.in/ પર Bebras Challengeમાં પોતાની પ્રતિભા બતાવવાની ઉત્તમ તક. ebras Challenge એ એક આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટેશનલ વિચારસરણીની સ્પર્ધા છે જે દર વર્ષે ૭૪ દેશોમાં આયોજિત કરવામાં આવે છે.  તેનો ઉદ્દેશ વિશ્વભરના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટિંગ વિશે ઉત્સાહિત કરવાનો છે. આ સ્પર્ધા કોમ્પ્યુટેશનલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ લાવતા શીખવાની એક ખૂબ જ અસરકારક રીત છે.  ભારતમાં, બેબ્રાસ ઇન્ડિયા કોમ્પ્યુટેશનલ થિંકિંગ ચેલેન્જ (www.bebras.in) ACM India દ્વારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવે છે. Bebras Challenge એ કેટલાક નાના કોયડાઓનો સંગ્રહ છે જેને ‘Bebras Task’ કહેવામાં આવે છે. આ ટાસ્ક(કાર્યો) ખૂબ જ મનોરંજક અને રસપ્રદ છે જેને તાર્કિક વિચારસરણી દ્વારા ઉકેલી શકાય છે અને તેમાં કોઈ પૂર્વ જ્ઞાન ની જરૂર નથી. ગુજરાતની તમામ શાળાઓના ધોરણ 3 થી 10 ના વિદ્યાર્થીઓ માટે આ તક તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને Bebras Challengeમાં ભાગ લેવા બદલ TCS દ્વારા પ્રમાણપત્રો એનાય