Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

ગુજરાત રાજ્યના ધોરણ-પ થી ૧૦ના વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન ચેટબોટ અને https://www.bebras.in/ પર Bebras Challengeમાં પોતાની પ્રતિભા બતાવવાની ઉત્તમ તક.

 Bebras India Challenge 2023

ગુજરાત રાજ્યના ધોરણ-પ થી ૧૦ના વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન ચેટબોટ અને https://www.bebras.in/ પર Bebras Challengeમાં પોતાની પ્રતિભા બતાવવાની ઉત્તમ તક.

ebras Challenge એ એક આંતરરાષ્ટ્રીય કોમ્પ્યુટેશનલ વિચારસરણીની સ્પર્ધા છે જે દર વર્ષે ૭૪ દેશોમાં આયોજિત કરવામાં આવે છે.

 તેનો ઉદ્દેશ વિશ્વભરના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટિંગ વિશે ઉત્સાહિત કરવાનો છે. આ સ્પર્ધા કોમ્પ્યુટેશનલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ લાવતા શીખવાની એક ખૂબ જ અસરકારક રીત છે. 

ભારતમાં, બેબ્રાસ ઇન્ડિયા કોમ્પ્યુટેશનલ થિંકિંગ ચેલેન્જ (www.bebras.in) ACM India દ્વારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવે છે.

Bebras Challenge એ કેટલાક નાના કોયડાઓનો સંગ્રહ છે જેને ‘Bebras Task’ કહેવામાં આવે છે. આ ટાસ્ક(કાર્યો) ખૂબ જ મનોરંજક અને રસપ્રદ છે જેને તાર્કિક વિચારસરણી દ્વારા ઉકેલી શકાય છે અને તેમાં કોઈ પૂર્વ જ્ઞાન ની જરૂર નથી.

ગુજરાતની તમામ શાળાઓના ધોરણ 3 થી 10 ના વિદ્યાર્થીઓ માટે આ તક તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને Bebras Challengeમાં ભાગ લેવા બદલ TCS દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે અને રાજ્ય કક્ષાએ ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. 

દરેક જિલ્લામાંથી Bebras Challengeમાં મહત્તમ  વિદ્યાર્થીઓની ભાગીદારી ધરાવતી શાળાઓને TCS દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવશે.

Bebras Challengeના પ્રશ્નો ધોરણ- ૩ થી ૪ માટે ૧૮ નવેમ્બર થી ૨ ડિસેમ્બર, ૨૦૨૩ તેમજ ધોરણ-પ થી ૧૦ માટે ૨ ડિસેમ્બર થી ૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ના સમયગાળા પૂરતા સ્વમૂલ્યાંકન ચેટબોટ પર લોન્ચ કરવામાં આવેલ છે: 

આથી, દરેક શાળા માંથી મહત્તમ વિદ્યાર્થીઓ ને ભાગ લેવડાવવા માટે (બની શકે તો બધા જ) અને સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપની કક્ષાએથી શાળાઓને સૂચના આપવા જણાવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

     Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂ...

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ...