તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...
Gandevi (amalsad) : ગણદેવી સરીસ્ટેશન કન્યાશાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. Gandevi (amalsad) : ગણદેવી સરીસ્ટેશન કન્યાશાળામાં તા.26/03/24ને મંગળવારે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન યોજવા પાછળનો મુખ્ય હેતુ સમાજિક વિજ્ઞાનમાં બાળકોને ઐતિહાસિક પાત્રો વિશે સરળતાથી પરિચિત થાય અને તેમણે કરેલા કાર્યો વિશે સવિશેષ જાણકરી મેળવવાનો રહેલો છે. જેમાં ઐતિહાસિક પાત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે વિધાર્થીનીઓએ વેશ પરિધાન કૃતિ રજૂ કરી હતી.ત્યારબાદ બીજા મણકામાં વિધાર્થીઓ એ પોતાની સર્જનાત્મકતા સામાજિક વિજ્ઞાનના નાના મોટા મોડેલ્સ બનાવી સૌની સમક્ષ રજૂ કર્યા હતા. અંતે સામાજિક વિજ્ઞાનની ક્વિઝ રાખી વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરી શકાય? તે ત્રીજા મણકામાં સરળતાથી શીખવવામાં આવ્યું હતું. શાળ સ્ટાફ દ્વારા નિર્ણાયકની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સા.વિ. શિક્ષક ગૌરવભાઈ ખલાસી દ્વારા થયું.. જેમને પ્રેરક બળ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ પુરુ...