તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...
Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી, શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત...


Comments
Post a Comment