Skip to main content

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

               


વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા 

 વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા. 

નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભેર વલસાડવાસીઓએ સ્વાગત કર્યુ.


       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૨૪ના નવા વર્ષે તા. ૧ જાન્યુ.ના રોજ સામૂહિક “સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. 


વલસાડના મોગરાવાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬૫૦ લોકોએ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૯ લોકોએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ બંને સ્થળે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના યોજાયેલા કાર્યક્રમોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધણીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓ નિર્મલ બારોટ અને શ્રેયા પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. 


      આ સિવાય વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૩ લોકોએ અને ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ૨૬૦ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં ૧૧૨૨ લોકોએ ભાગ લઈ નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. 


રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા. ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતાં અંદાજે ૨૫૦૦ લોકોની ઉપસ્થિતિમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓ સહિત અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.





બોક્ષ મેટર 

સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં વલસાડ જિલ્લો રાજ્યમાં વલસાડ જિલ્લો બીજા ક્રમે 

કુલ નોંધણી

 ૬૯૭૦૪

વ્યકિતગત નોંધણી

 ૧૪૧૮૬

સંસ્થાકીય નોંધણી

 ૫૫૫૧૮

૦૯-૧૮ વર્ષ ગૃપ

 ૬૨૧૩૦

૧૮-૪૦ વર્ષ ગૃપ

 ૪૮૬૦

૪૧ વર્ષથી વધુ

 ૨૬૨૫

સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ તા.૦૧ જાન્યુઆરી 

Comments

Popular posts from this blog

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

     Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂ...

ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.

                        ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા  ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું. ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર  અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો  જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી  આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ  આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા  બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવા...