તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...
Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ...