Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ

Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

                                                                          Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ : ૦૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં બંને શાળાનાં  કુલ ૪૫ બાળકો અને ૫ શિક્ષકો જોડાયા હતા.  સવારે ૪:૦૦ કલાકે જનતા માઘ્યમિક શાળા (બીરસા મુંડા સર્કલ)  પરથી બસ ઉપાડી હતી, તે સવારે  ૯:૩૦ કલાકે નર્મદા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચી હતી. જ્યાં નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુ ગેલેરી,જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ અને પોઇચા ખાતે નીલકંઠેશ્વર ધામનો સમાવેશ થાય છે.

Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ. તારીખ : ૦૭-૦૨-૨૦૨૪નાં બુધવારના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળાને એસ.એમ.સી.નાં અધ્યક્ષશ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  જેમાં સેન્ડવીચ, રસગુલ્લા, પાણીપુરી, મમરાભેલ,મેગીભેલ, બટાટાવડા, પૌંઆ, રસના, જીરા છાશ, વડાપાઉં, સમોસા, રસના અને વેફર ભેલ, છાશ વડાં અને પૌંઆ, ઉબાડિયું અને ચણાની ભેલ, મમરા ભેલ, છાશ અને મામાસેવ, મેગી ભેલ, મસાલા છાશ, ભેલ, પાઉંભાજી, ભેલ અને પૌંઆ, બટાકા ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય, રસગુલ્લા, ચણાની ભેલ, ચણાની ચટપટી ભેલ, ગાજરનો હલવો, ભજિયાં, પાપડ ભેલ, ચાઇનીઝ ભેલ, ખમણ, નારિયેળ પાણી, પાઈનેપલ જ્યૂસ, દાળ ભેલ, કલમબોર જેવા વાનગીઓ/ફળફળાદીઓનાં ૨૭  સ્ટોલ જોવા મળ્યા હતાં જેમાં ભેલની, સમોસાનાં વાનગીઓના સ્ટોલ વધુ જોવા મળ્યા હતા.            આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ સ્વચ્છતા,વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ,નફો,નુકસાન, હિસાબ, નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે

Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા.

Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ  નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા. આજરોજ તા.07/02/2024 ના દીને ધરમપુર ડૉ.બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ અને આર ટી ઑ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેકનિક વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટકોનું આયોજન ખેરગામ ભવાની નગર સોસાયટીના રહેવાસી અને વલસાડ પોલીટેકનિકનાં પ્રોફેસર શ્રી નિરલ પટેલ, અને આશીષ પટેલ સહિત સ્ટાફમિત્રો  દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ (સંવિધાન) આપવામાં આવ્યું હતું. રોડ પર જતી વખતે ફોન પર વાત ન કરવી,હેલ્મેટ પહેરવું, કારમાં જતી વખતે સિટબેલ્ટ પહેરવુ,ડ્રિન્ક એન્ડ ડ્રાંઈવ જેવી અનેક નાની સેફટીની બાબતો પોલિટેકનીક કોલેજ વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના CPI શ્રી વસાવા સાહેબ, PSI શ્રી પ્રજાપતિ સાહેબનો ખુબજ સારો સહકાર રહ્યો હતો. જ્યાં સામાજિક આગેવાન વિજય ભાઈ અટારા,હેમંત પટેલ,વિમલ પટેલ,કમલેશ પટેલ, ખેરગામ વેણ ફળિ

Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

                                           Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો. તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધોરણ -૩ ની વિદ્યાર્થિની હીર દ્વારા ભેલ, ધોરણ - ૪ નાં વિદ્યાર્થી ધ્રુવ દ્વારા ચણાચાટ, ધોરણ-૫ નાં વિદ્યાર્થી જયમીન દ્વારા ખમણ, ધોરણ -૪ ની હેલી દ્વારા  પૌંઆ, ધોરણ -૪ દ્વિતિ દ્વારા સેવપુરી, ધોરણ -૪ ની મહેક દ્વારા શરબત, ધોરણ - ૪ ની સિયા દ્વારા ઢોકળાં, ધોરણ -૩ ક્રિશ દ્વારા છાશ, ધોરણ -૭ સુહાની દ્વારા પાણીપુરી, ધોરણ -૬ ધ્વનિલ દ્વારા સમોસા, ધોરણ -૮ નીલ દ્વારા બટાટાભાજી, ધોરણ -૭ અંકેશ દ્વારા કટલેશ અને ધોરણ -૩ નાં રાજ દ્વારા ખીચું અને ભૂંગળા નાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓ નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને

Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                                      Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૦૩-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ખેરગામના વાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ભાઈઓની બજરંગ ઈલેવન અને જયશ્રી રામ એમ બે ટીમ અને બહેનોની બ્લૂ જાયન્ટ અને પિન્ક પેન્થર એમ બે ટીમ મળી કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ભાઈઓમાં બજરંગ ઈલેવન અને બહેનોમાં પિન્ક પેન્થર ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને અને રનર્સ ટીમને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું  હતું  જેમાં કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષશ્રી પદે શ્રી મહેશભાઈ વિરાણી (TDO સાહેબશ્રી ખેરગામ),શ્રીમતી લીનાબેન અમદાવાદી (તા.પં. ઉપપ્રમુખશ્રી), શ્રીમતી જશોદાબેન પટેલ શ્રીમતી અલ્કાબેન પટેલ (તા.પં. સદસ્ય), શ્રીમતી અંજલિબેન પટેલ (સરપંચશ્રી ગ્રા.પં.) તેમજ સરપંચ પતિ અને વાડ ગામના અગ્રણી ચેતન

Khergam : ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું.

                      Khergam :  ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું. ખેરગામના આછવણી રોડ ઉપર આવેલા આછવણી મેઈન રસ્તાથી રોહિતવાસ ફળિયામાં બળવંતભાઈ ચૌહાણના ઘર સુધી જતો અંદાજિત ૪૦૦ મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ જતા ફળિયાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તાનું નવીનીકરણ માટે સ્થાનિક અગ્રણી આશિષ ચૌહાણે ગયા વર્ષે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પટેલને રજૂઆત કરી હતી. જેથી એટીવીટી યોજનામાંથી ડામર રસ્તો મંજૂર કરાવવાની આગળની કાર્યવાહી કરી હતી અને તાજેતરમાં જ ડામર રસ્તા માટે સરકારમાંથી વહીવટી મંજૂરી મળતા રસ્તાનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.  આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.