Skip to main content

Posts

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

            ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના  ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી.  તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ  અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા.  આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડ...

નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ.

            નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ . ૧૦૦ મીટર દોડમાં શાળાનો શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ. રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ. નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ  વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ ક્રમાંક અને લાંબી કૂદમાં તૃતિય ક્રમાંક, લાંબી કુદમાં ધૃવી હર્ષદભાઈ રાઠોડ તૃતિય ક્રમાંક, ૬૦ મીટર દોડમાં તુષાર મહેશભાઈ રાઠોડ દ્વિતીય ક્રમાંક, ૧૦૦ મીટર દોડમાં શાળાના શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ ક્રમાંક અને ગોળા ફેંકમાં દ્વિતીય...

માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

    માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે  જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના સાદડવેલ ગામે નવનિર્મિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં બાળકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આ હોસ્ટેલમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજના તથા આર્થિક રીતે નબળા પરિવારના ૨૦૦થી વધુ બાળકો રહીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેરે ઉદબોધન જણાવ્યું વિશ્વમાં આગળ વધવું હોય તે પંયાની જરૂરીયાત શિક્ષણ છે. જેમસન ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવીને જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સેવા થકી આદિવાસી સમાજના દિકરા-દિકરી ભણીગણીને રાજયનું નામ રોશન કરે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. ચીખલી તાલુકામાં ટ્રસ્ટએ આદિજાતિ બાળકો માટે શાળામાં જ રહીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરી છે. વધુમાં નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણ...

વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.

                     વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.    તારીખ:૦૭-૦૧-૨૦૨૪ના દિને વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ હતી. આ પૂજાનું  આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે સતત ૧૫ વર્ષથી ચાલે છે. જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેનો લાભ ફળિયાના લોકો,મિત્રમંડળ અને સગાંવહાલાં લે છે. ઈશ્વરભાઈ પટેલનાં જણાવ્યા મુજબ શરૂઆતનાં અમુક વર્ષો બાદ કરતાં હાલ મહાપ્રસાદ માટે સીધુ સામાન બરમ દેવની કૃપાથી દાન સ્વરૂપે મળતું રહ્યું છે. ખેરગામના એક કરિયાણાના વેપારી દાતા  તરફથી પૂજા માટેની સામગ્રી નામ જાહેર ન કરવાની શરતે અચૂકપણે આપે છે.આ કાર્યક્રમ વેણ ફળિયાના નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી. પટેલની નિગરાનીમા દર વર્ષે નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આ કાર્યક્રમનાં ખર્ચનો પાઈ પાઈનો હિસાબ કાર્યક્રમ પત્યા પછી જાહેરમાં રજૂ કરવામાં આવે છે. વેણ ફળિયાના યુવાનોની એકતા ખેરગામ માટે એક ઉદાહરણરૂપ મિશાલ છે.

ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન.

         ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન. ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ મેપ અને તાલુકાના સરપંચો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરપંચો અને તાલુકા પંચાયતની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તાલુકા પંચાયતે પ્રથમ બેટિંગ કરીને 8 ઓવરમાં 86 રન કર્યા હતા જેના જવાબમાં સરપંચોની ટીમ 75 રન ઉપર સમેટાઈ જતા ખેરગામ તાલુકા પંચાયત ટીમ ચેમ્પિયન બની હતી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું કારણ સરપંચો અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે સંકલન રહે તેમજ વિકાસના કામો પણ સરળતા થી થાય એમ તાલુકા વિકાસ અધિકારી એમપી વિરાણીએ જણાવ્યું હતું.

ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.

                         ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.   તારીખ : ૦૪-૦૧-૨૦૨૩નાં દિને ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં એસ.એમ.સીના અધ્યક્ષ રાજશ્રીબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન અને દિવ્યાબેન દ્વારા રીબીન કાપી કાર્યક્રમ શરુ કરવામા આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ વાનગીઓ જાતે બનાવી લાવ્યા હતાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ  આનંદ મેળામાં અનેક પ્રકારની ખાણી પીણીના સ્ટોલ લાગ્યા હતાં જેમાં ઉબાળિયું, સમોસા, ઉપમા, દાબેલી, ભેલ, વડાપાઉં, પાણીપૂરી, ભજીયા, છાશ, ગુલાબ જાંબુ, પાસ્તા, ખમણ, મેથી, મુઠીયા અને મમરા જેવા સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકોએ સ્ટોલ બનાવી જાતે વેચાણ કરી જાતે સ્ટોલનું સંચાલન કરી સાંજે  "નહીં નફો નહીં ખોટના ધોરણે" પોતાના સ્ટોલના હિસાબ રજુ કર્યા હતા. બાળકોને મનોરંજન સાથે વેચાણ કરવાના કૌશલ્યનો ખ્યાલ આવ્યો હતો ધંધો કેવી રીતે થાય તેની જાણકારી મળી હતી. જેમાં નફો ખોટ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગાણિતિક...

રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાનો ગુજરાતના શિક્ષકો માટે લાગણીસભર વિનંતિપત્ર.

                    રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાનો ગુજરાતના શિક્ષકો માટે લાગણીસભર વિનંતિપત્ર. તેમણે ગુજરાતના શિક્ષકો માટે સંદેશો પાઠવ્યો છે કે, શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનોએ ઉપાડી  એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા માટે તેમણે સૌને લાગણીભરી વિનંતિ કરી છે.  તેમણે કહ્યું છે કે, "સમાજમાં સૌથી ઉંચુ સ્થાન ગુરુજનનું હોય છે. આપ લોકોમાં જાગૃતતા લાવશો તો સમાજના લોકો સુધી તેની બહોળી અસર થશે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ. આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો છું. મારા આ શુદ્ધ લાગણી સાથે લખાયેલા સંદેશને આપ સ્વીકારી, એને સામાજિક જાગૃતિ અને સેવા સાથે જોડીને પુણ્યકાર્ય કરશો તો બોરમાં ફસાયેલ માસૂમ જિંદગીને મોતના મુખમાંથી બચાવી શકાશે....