તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...
Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"
Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામ...