વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ...
Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. તારીખ 26-06-2 024નાં દિને નવસારી જિલ્લાના વાવ પ્રાથમિક શાળા ખાતે વાવ અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા...